કહેવતો


1.    મોરનાં ઈંડાંને ચીતરવાં ન પડે - સાચી વસ્તુને જાહેરાતની જરૂર નથી હોતી.
2.   મોર વગડામાં નાચ્યો કોણે જાણ્યો ! - સાચી સાબિતીનો અભાવ.
3.    ભેંસ આગળ ભાગવત - અણસમજુને ઉપદેશ આપવો નકામો.
4.   તેજીને ટકોરાને ગધેડાને ડફણાં - બુદ્ધિશાળી સંકેતથી સમજે ને મૂર્ખ માટે માથાકૂટ કરવી પડે છે.
5.   કીડીને કણ ને હાથીને મણ - જેટલી જેની જરૂરિયાત તે પ્રમાણે મળી રહે છે.
6.   ભસતાં કૂતરાં ભાગ્યે જ કરડે - લાંબી લાંબી વાતો કરનારથી કંઇ થઇ શકતું નથી.
7.   કાગડો ઊડે તે જગ દેખે - ખરાબ કાર્યની પ્રસિદ્ધિ જલદી પ્રસરી જાય છે.
8.   કાગને બેસવું ને ડાળને ભાંગવું - કાર્ય નિયતિ મુજબ થવાનું હોય છતા બહાનારૂપ થવું.
9.  કીધે કુંભાર ગધેડે ન ચડે - માણસને ઘણું સમજાવવા છતાં યોગ્ય વસ્તુ ન સમજે.
10. વાંદરો ઘરડો થાય પણ ઠેકડા મારવાનું ન ભૂલે - માણસની વય બદલે પણ લક્ષણોમાં ખાસ બદલાવ ન આવે.
11.   નાનું પણ નાગનું બચ્ચું ~ ઉંમર કે કદ નાનું પણ શક્તિ વધું.                                                      
12.  પટેલની ઘોડી પાદર સુધી ~  મર્યાદિત વિસ્તારમાં જ શક્તિમાન હોવું.
13.  ગામનું કૂતરુ પણ વ્હાલું ~ પોતાના ગામની વસ્તુ પ્રત્યે સ્નેહભાવ.
14.   ઊંટના અઢારેય વાંકાં ~ બધાં જ અપલક્ષણો હોવાં.
15.  દુઝણી ગાયની લાત પણ સારી ~ ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા.
16.   ગરજે ગધેડાને બાપ કહેવો પડે ~ ગરજ હોય ત્યારે અયોગ્ય વ્યક્તિને પણ માન આપવું પડે. 
17.   લાકડી ભાંગે નહિ ને સાપ મરી જાય ~ નુકસાન વગર કામ થઇ જાય.                                                                                                 18.   ઘરકી મુર્ગી દાલ કે બરાબર ~ ઘરની વ્યક્તિની કોઇ કદર કરતુ નથી.
19.   સિંહનાં ટોળાં ન હોય ~ બહાદુર માણસ એકલો જ હોય છે.
20.    તમારે કૂકડે સવાર ~ તમે જેમ કહો તેમ.
21.    છછુંદરનાં છયે સરખાં ~ એકેયમાં સારો ગુણ ન હોવો.
22.    પાડાને વાંકે પખાલીને ડામ ~ વાંક કોઇનો ને સજા બીજાને.
23.    ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે કર્યા કાંઠલા ~ પ્રતિકૂળતાને નિરખવા માટે યુક્તિ કરવી.
24.     કુંભાર કરતાં ગધેડાં ડાહ્યાં ~ શેઠ કરતાં વાણોતર માથું મારે.
25.     કૂતરાંનો સંઘ કાશીએ ન પહોંચે ~ લડાઇ કરનારા કદી સફળતા ન મેળવી શકે.                                     26.    ગંજીનો કૂતરો ખાય નહિ કે ખાવા દે નહિ ~ અદેખો સ્વભાવ.                                               27.    ગાયને દોહીને કૂતરાને પાવું ~ મહેનતથી મેળવેલું વેડફી નાખવું.                                                                                                      28.    ઘો મારવાની થાય ત્યારે અવળા વાડે જાય ~ વિનાશ થવાનો હોય ત્યારે અવળી બુદ્ધિ સુઝે.
29.    ઘરડી ઘોડી ને લાલ લગામ ~ ઘરડે ઘડપણ શોખ હોવા.
30.    ઘાણીનો બળદ ઠેર ના ઠેર ~ વૈતરુ કરનાર ઊંચે ન આવે.
31.   ચકલી નાની ને ફેડકો મોટો ~ ગજા ઉપરાંતની વાત કરવી.
32.    ધરમની ગાયના દાંત ના જોવાય ~ મફત મેળવેલી વસ્તુઓનો દોષ ન જોવાય.
33.   બકરું કાઢતા ઊંટ પેસે ~ નાનું વિધ્ન દૂર કરવા જતાં મોટું વિધ્ન આવી પડે.
34.    મારવો તો મીર ને હણવો તો હાથી ~ લાભ મેળવવો હોય તો પછી મોટો જ મેળવાય.
35.   મેરી બિલ્લી મુજ કો મ્યાઉં ~ જેને આશરો આપ્યો હોય તે જ બેવફાઇ કરે.
36.    વાંદરો કૂદે ખીલાના જોરે ~ માણસ મોટે ભાગે બીજાની મદદથી જ જોર કરતો હોય છે.
37.   ઊંટ મરે ત્યારે મારવાડ સામે જુએ ~ જેનું દિલ જ્યાં લાગેલું હોય તેનું સ્મરણ થાય.
38.    ઊંટ મેલે આકડો ને બકરી મેલે કાંકરો ~ બધા તમામ વસ્તુ ન ખાય એક વસ્તુ તો છોડે જ.
39.   કાગડાનું શ્રાદ્ધ સોળે દહાડા ~ સ્વમાન વગર જીવનારને બધા દિલસો સરખા હોય છે.
40.    કૂકડીનું મોં ઢેફલેથી રાજી ~ નાના માણસોને થોડેથી સંતોષી શકાય.

No comments:

Post a Comment